192019Feb

Free endoscopy camp at Mangrol

આજે તારીખ ૧૩/૦૨/૨૦૧૯ ના રોજ માંગરોળ ખાતે, ત્રિમૂર્તિ હોસ્પિટલ, ભાવનાબેન ચીખલિયા ફોઉંનડેશન તથા જીવન મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ- માંગરોળ ( ડો. વિજય કાથળ ) ના સોજન્ય થી નિઃશુલ્ક એન્ડોસ્કોપી, નિઃશુલ્ક નિદાન તથા નિઃશુલ્ક દવા માટેનો કેમ્પ જીવન મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ- માંગરોળ” ખાતે યોજાયો હતો.. આ કેમ્પ માં ત્રિમૂર્તિ હોસ્પિટલ ના ડોકટરો ની ટીમે ખુબજ સરસ સેવા આપી હતી જેમાં :-

જુનાગઢ જીલ્લા ના એક માત્ર એન્ડોસ્કોપી નિષ્ણાંત
ડો. ડી.પી.ચીખલિયા સાહેબ (લાપ્રોસ્કોપી તથા એન્ડોસ્કોપી નિષ્ણાંત),

જુનાગઢ શહેર ના સૌથી સિનીયર ગાયનેકોલોજિસ્ટ – ડો. નીરૂબેન પટોળીયા (ગાયનેકોલોજિસ્ટ),

૧૧ વર્ષ નો બહોળો અનુભવ ધરાવતા એમ.ડી. ડોક્ટર-
ડો. વત્સલ ગજેરા ( એમ.ડી.)

તથા જીવન મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ- માંગરોળ ના ડો. વિજય કાથળ તથા ડો. કિશોર ગોહેલ.

ઉપસ્થિત રહ્યા. અને ગરીબ દર્દીઓ ની સારવાર માટે નિઃશુલ્ક સેવા આપી.

૨૦૦ જેટલા દર્દી દેવોએ આ નિઃશુલ્ક કેમ્પ નો લાભ લીધો હતો, આ કેમ્પ માં એકજ દિવસ માં ૨૪ જેટલી એન્ડોસ્કોપી ડો.ડી.પી.ચીખલિયા સાહેબ દ્વારા કરવામાં આવી હતી, આ તમામ એન્ડોસ્કોપી તદન નિઃશુલ્ક કરાયી હતી,તથા ૨૦૦ જેટલા દર્દીદેવો ને તપાસવામાં આવ્યાહતા, અને નિઃશુલ્ક દવા નું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

ડો. ચીખલીયા સાહેબે જણાવ્યું હતું કે, તમામ એનડોસ્કોપી કર્યા બાદ ઘણા દર્દીયો ને હાયટસ હર્નિયા (HIATUS HERNIA) ની તકલીફ જોવા મલી હતી. આટલા પ્રમાણ માં આ તકલીફ જોવા મળે તેનું મુખ્ય કારણ આપણું રોજનું રહન-સહન તથા આપણો ખોરાક જવાબદાર છે તેવું ડો. ચીખલિયા સાહેબે જણાવ્યું હતુ.
આપણી દેનીક ક્રિયા માં થોડા ઘણા ફેરફાર તથા સંતુલિત આહાર થી આપણે આ તકલીફને દુર કરી શકીએ છીએ.

For, Trimurti Hospitals,
Administration.